ભારતીય સ્ત્રીઓ વિદેશી સાથે મેરેજ કરીને માંસાહારી બની ગયાના ઘણાં દાખલા છે. જ્યારે 'દ્રશ્યમ' ફેઈમ એકટ્રેસ શ્રિયા સરનની બાબતમાં એનાથી વિપરિત બન્યું છે. શ્રિયા કોરોનાકાળ દરમિયાન આન્દ્રે કોશ્ચેવ નામના ફોરેનરને પરણ્યા બાદ ચુસ્ત શાકાહારી (વેજિટેરિયન) બની ગઈ છે. હમણાં વર્લ્ડ વેજિટેરિયન ડે નિમિત્તે શ્રિયાએ પોતે અને પોતાના હસબન્ડ આન્દ્રેએ કઈ રીતે ક્રમશ: પ્લાન્ટ બેઝડ ડાયટ (શાકાહાર ખોરાક) અપનાવ્યો અને પછી કઈ રીતે કોવિડ મહામારી દરમિયાન ફુલ્લી વેજિટેરિયન બની ગયા એ વિશે માંડીને વાત કરી હતી. 'અમે બંને આમ તો શરૂઆતથી શાકાહારના પ્રયોગો કરતા હતા. અમે સાથે મેડિટેશન (ધ્યાન) શરૂ કર્યું ત્યારે અમને એવું લાગ્યું કે અમારે થોડા ધીમા પડવાની જરૂર છે. માત્ર જીવનની ગતિમાં નહિ, ડાયટમાં પણ ત્યારે અમે સંપૂર્ણ શાકાહારી બનવાનો નિર્ણય લીધો.આ ઉપરાંત, મારા પર મારી મધરની લોંગ વેજિટેરિયન લાઇફસ્ટાઈલનો પ્રભાવ પણ ખરો,' એમ સાઉથ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કહે છે.

