ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા માછીમારોને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં 1 જૂનથી 15 ઓગષ્ટ, 2025 સુધી યાંત્રિક બોટ દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટને બાકાત રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અરબ સાગરમાં દર વર્ષે સક્રિય ચોમાસાની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રકારે માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

