
ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં વિજયનગરના વાંકડા તળાવમાં ડૂબવાથી યુવકનુ મોત નિપજ્યું હતું..રાજસ્થાનથી મહેમાનગતિ આવેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તળાવમાં નાહવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત
તળાવમાં નાહવા પડેલા 30 વર્ષીયયુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હુતું. ચોમાસાની ઋતુમાં નદી, નાળા, સહિત તળાવ ઓવર ફ્લો થયા છે... ફાયર ફાયટરની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.