
Visavadar News: ગુજરાતની પેટા ચૂંટણીની તૈયારીમાં તમામ રાજકીય પક્ષ મેદાને આવી ચડ્યા છે. એવામાં વિસાવદર બેઠક પર આજે ‘આપ’ના ગોપાલ ઈટાલીયાએ ઉમેદવારી નોંધાવી છે. વિસાવદર ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું. એક તરફ હજુ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર પણ જાહેર કર્યા નથી તો બીજી તરફ ‘આપ’માંથી ગોપાલ ઈટાલીયાએ ભવ્ય રોડ શો બાદ ઉમેદવારી નોંધાવી છે.
રોડ શોને પગલે વિસાવદરની બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રોડ શોમાં 'આપ'ના રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. જેમાં 'આપ' સંયોજક અરવિંદ કેજરીવાલ, આતિશી, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન સહિતના નેતાઓ હાજર હતા.
ગોપાલ ઈટાલીયા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ગોપાલ ઈટાલીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસ પાસે હજુ સુધી કોઈ ઉમેદવાર જ નથી. આજની જનમેદની જોતાં મને પ્રંચડ જનસર્મથન મળ્યું છે. હું કેશુભાઈ પટેલના સીદ્ધાંતોને લઈને ચાલીશ. કેશુભાઈ પટેલે ખેડૂતો, ખેતમજૂરો, ગામડાઓનો વિકાસ કર્યો હતો. કેશુભાઈ પટેલ માત્ર વિસાવદર જ નહીં સમગ્ર ગુજરાતના લોકપ્રિય નેતા છે, છતાં ભાજપે આજદિન સુધી કેશુભાઈના નામ પર એક શાળા નથી બનાવી.