Adani Group: સ્ટોક એક્સચેન્જના ડેટા દર્શાવે છે કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો રૂ. 1,000 કરોડનો બોન્ડ ઈશ્યૂ બુધવારે ખુલ્યાના ત્રણ કલાકમાં સંપૂર્ણપણે સબસ્ક્રઈબ થઈ ગયો હતો.નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ઇશ્યૂ, જે બુધવારે ખુલ્યો હતો અને 22 જુલાઈના રોજ બંધ થવાનો હતો, તે ઈશ્યૂ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હોવાથી વહેલા બંધ થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

