Adani: અદાણી ગૃપના ચેમેન ગૌતમ અદાણી પોતાના ધર્મપત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણીની સાથે શનિવારે દેશના સૌથી મોટા ધાર્મિક મહોત્સવમાં સામેલ થવા ઓડિશાના પુરી પહોંચ્યા હતા. ગૌતમ અદાણીએ પોતાના પરિવારની સાથે શ્રી જગન્નાથ રથયાત્રામાં ભાગ લીધો હતો. અદાણી આ યાત્રામાં સમગ્ર નવ દિવસ સુધી ભાગ લેશે.

