ભારતીય સૈન્ય દળો ભૂતકાળમાં ક્યારેય નહોતી અનુભવાઈ એવી કટોકટીનો સામનો કરી રહ્યા છે, અને એ કટોકટી છે હેલિકોપ્ટરોની. પાંચ-દસ નહીં 330 જેટલા 'ધ્રુવ' હેલિકોપ્ટર ઘણા સમયથી ઉડાન ભર્યા વિના જમીન પર પડેલા છે. ‘એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર’ (ALH) કહેવાતા હળવા વજનના ધ્રુવ હેલિકોપ્ટર એકથી વધુ પ્રકારની કામગીરી બજાવતા હોવાથી એમની ગેરહાજરીથી અનેક મોરચે ફટકો પડી રહ્યો છે.

