હિન્દુ ધર્મમાં, કોઈપણ પૂજા દરમિયાન પહેલા દીવો પ્રગટાવવો ફરજિયાત છે. કોઈપણ દેવી-દેવતાની પૂજા દીવો પ્રગટાવ્યા પછી જ કરવામાં આવે છે. પૂજા દરમ્યાન દીવો પ્રગટાવવો જોઈએ, તો જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. પૂજા દરમિયાન યોગ્ય પ્રકારનો દીવો પ્રગટાવવાથી આપણી ભક્તિ જ નહીં, પણ દેવી-દેવતાઓના આશીર્વાદ મેળવવાનો એક સરળ અને અસરકારક માર્ગ પણ છે. જુદા જુદા દેવી-દેવતાઓ માટે જુદા જુદા પ્રકારના દીવા અને તેલ કે ઘીનો ઉપયોગ થાય છે. ચાલો જાણીએ કે કયા ભગવાનની સામે કયો દીવો પ્રગટાવવો શુભ છે.

