ભારતમાં લોકો ચિત્રવિચિત્ર જુગાડ લગાવી પોતાનું કરી પૂરું કરતાં હોય છે. અહીં લોકો પોતાના મગજનો ઉપયોગ કરીને કંઈક એવું બનાવે છે જે લોકોને મૂંઝવણમાં મૂકે છે. હાલમાં યુપીના પ્રતાપગઢથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ કારને મોડિફાઇ કરીને હેલિકોપ્ટરમાં ફેરવી દીધી. જેણે પણ હેલિકોપ્ટરવાળી આ કાર જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગયો. હવે આ જ કાર સોશિયલ મીડિયા પર પણ લોકોની રુચિનું કારણ બની ગઈ છે. આ કારે માત્ર લોકોનું ધ્યાન ખેંચ્યું જ નહીં, પરંતુ આ મોડિફાઇડ કાર તેના માલિક માટે મુશ્કેલીનું કારણ બની ગઈ જ્યારે તેને તેની ભારે કિંમત ચૂકવવી પડી. મતલબ કે, પરિસ્થિતિ એવી વણસી ગઈ કે કાર જપ્ત કરવામાં આવી અને ચલણ જારી કરવામાં આવ્યું.

