ગૂગલ પોડકાસ્ટ સેવા 2 એપ્રિલ, 2024થી બંધ થવા જઈ રહી છે. જોકે, તેની જાહેરાત સપ્ટેમ્બર 2023માં જ કરવામાં આવી હતી, પરંતુ હવે અંતિમ તારીખ 2 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમારો ડેટા ગૂગલ પોડકાસ્ટ પર છે, તો તમારે આજે જ તમારો ડેટા યુટ્યુબ મ્યુઝિક પર ટ્રાન્સફર કરી લેવો જોઈએ. રિપોર્ટ અનુસાર ગૂગલ તેના પોડકાસ્ટને યુટ્યુબ મ્યુઝિક પર ટ્રાન્સફર કરી રહ્યું છે.

