Home / Auto-Tech : Big blow to mobile users, recharge plans will increase by 10-12 percent

મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો, રિચાર્જ પ્લાનમાં થશે 10-12 ટકાનો વધારો

મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો, રિચાર્જ પ્લાનમાં થશે 10-12 ટકાનો વધારો

મોબાઇલ યુઝર્સને  સૌથી મોટી ઝટકો લગવાનો છે. મોબાઈ કંપનીઓ ફરીએકવાર ટેરિફ વધારી શકે છે.  એક રિપોર્ટ અનુસાર આ વર્ષના અંત સુધીમાં મોબાઈલ પ્લાન્સની કિંમત 10-12 ટકા સુધી વધી શકે છે. નિષ્ણાતો અને  ઈન્ડસ્ટ્રી એક્સિક્યુટિવ નું કહેવું છે કે મે મહિનામાં સક્રિય યુઝર્સની સંખ્યામાં અને અને ડેટા વપરાશમાં સતત વધારો થયો હતો. છેલ્લા પાંચ મહિનામાં થયેલી આ વૃદ્ધિને જોઈને ટેલિકોમ કંપનીઓ ફરી એકવાર ટેરિફ વધારી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મે મહિનામાં મોબાઇલ યુઝર્સની સંખ્યાએ 29 મહિનાનો રેકોર્ડ તોડ્યો. અહીં 7.4 મિલિયન નવા સક્રિય યુઝર્સ ઉમેરાયા પછી યુઝર્સની સંખ્યા 1.08 અબજ સુધી પહોંચી ગઈ. તમને જણાવી દઈએ કે તે  સતત પાંચમો મહિનો હતો જ્યારે નેટ યુઝર્સમાં વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ જિઓએ 5.5 મિલિયન નવા સક્રિય વપરાશકર્તાઓ ઉમેર્યા જે બાદ  તેનો સક્રિય વપરાશકર્તા હિસ્સો 53% સુધી વધ્યો હતો, જ્યારે એરટેલે પણ 1.3 મિલિયન વપરાશકર્તાઓ ઉમેર્યા અને મહિનાના અંતે 36% હિસ્સો મેળવ્યો.

ટેરિફ બ્રોકરેજ જેફરીઝ અનુસાર જિયો જેવી ટોચની ટેલિકોમ કંપનીઓના ઝડપી વધતા યુઝર્સ ગ્રોથને કારણે ભવિષ્યમાં સહેલાઈથી ટેરિફમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ Vi ગ્રાહકોની સતત ઘટતી સંખ્યાને કારણે એરટેલ અને Jioને મોટું બજાર આપવાની તક આપે છે.

નિષ્ણાતો માને છે કે મૂળભૂત યોજનાઓમાં ભારે વધારાને કારણે ઓછી આવક ધરાવતા વપરાશકર્તાઓ પહેલાથી જ દબાણ હેઠળ છે. નિષ્ણાતો કહે છે કે હવે કંપનીઓ મધ્યમ અને ઉચ્ચ સ્તરની યોજનાઓને લક્ષ્ય બનાવીને કિંમતોમાં વધારો કરી શકે છે, પરંતુ આવી સ્થિતિમાં પણ વપરાશકર્તાઓમાં ઘટાડો થવાને બદલે, તે બજારમાં એકીકરણને પ્રોત્સાહન આપી શકે છે.

 

Related News

Icon