એ વાતમાં બે મત ન હોઈ શકે કે ફળો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફળદાયી છે. પ્રત્યેક ફળ આગવી રીતે આપણા આરોગ્યને અકબંધ રાખવામાં મહત્વનો ફાળો આપે છે. આજે આપણે મલબેરી, એટલે કે સેતૂરના ગુણો વિશે જાણીશું.ગરમીના દિવસોમાં મળતું સેતૂર પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેનું નિયમિત સેવન સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. સેતૂરમાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન સી, વિટામીન કે, લોહ તત્વ, કેલ્શિયમ અને ફાઇબર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા સાથે ત્વચાને પણ નવી ચમક બક્ષે છે. નિષ્ણાતો તેના એક એક ગુણ વર્ણવતાં કહે છે..,

