Home / Gujarat / Kutch : Husband and wife in custody for honey-trapping a young man in Bhuj and extorting Rs 22 lakh

કચ્છ: ભૂજમાં યુવકને હનિટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવવાના કેસમાં પતિ-પત્ની સકંજામાં

કચ્છ: ભૂજમાં યુવકને હનિટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવવાના કેસમાં પતિ-પત્ની સકંજામાં

રાજ્યમાં હનિ ટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે આ હનિટ્રેપની માયાજાળમાં કેટલાય યુવાનો, નેતાઓ, જવાનો સપડાઈ જતા હોય છે. ત્યારે આવીજ એક ઘટના કચ્છ જિલ્લાના ભૂજમાં સામે આવી હતી. યુવકને હનિટ્રેપમાં ફસાવી યુવક પાસેથી રૂપિયા 22 લાખ પડાવી લીધા હતા. જો કે, બાદમાં યુવકે આ અંગે ભૂજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ફરાર ગાંધીધામના કિડાણા ગામના દંપતીની ધરપકડ કરી લેવામાં આવી છે. ભૂજ એલસીબીએ આરોપી દંપતીને વડોદરાથી ઝડપી લીધું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આખી ઘટના શું હતી?


હનીટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવી લીધા
મળતા અહેવાલ પ્રમાણે કચ્છ જિલ્લાના ભૂજ શહેરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 22 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ સાથે ભૂજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે આ ગુનામાં 5 આરોપીઓ  વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અબ્દુલ સમાની સંડોવણીની વાત પણ સામે આવી
ભૂજ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબ્દુલ સમાની સંડોવણીની વાત પણ સામે આવી છે.યુવકને હનીટ્રેપમાં ફસાવી યુવતી સાથે તેના ફોટા પાડી બ્લેકમેલ કરી 22 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે.પોલીસે હમીદ સમા સહિત અન્ય આરોપીની અટકાયત કરી છે.

Related News

Icon