
Bharuch News: ભરુચમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ભરુચ જિલ્લાના દહેગામ પાસે નવીનગરીમાં આંગણવાડી કેન્દ્રનો વીડિયો વાયરલ થયો હતો. આંગણવાડીમાંથી બાળકોને આપવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા ચકચારી મચી જવા પામી છે. નાના ભુલકાંઓને આપવામાં આવતા ભોજનમાં મકોડા અને ધનેદી જેવી જીવાત ડિશમાં જોવા મળી છે. જેને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાલીઓમાં આ અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સરકાર આવું અનાજ બાળકોને જમાડે છે કોઈ બાળકને કઈ થશે તો એની જવાબદારી કોની? આ બાબતે ગામના સોશિયલ મીડિયા ગ્રુપમાં વીડિયો વાયરલ થતા 1 જૂલાઈના રોજ જંબુસરથી આ બાબતની તપાસ માટે આઇસીડીએસ વિભાગના અધિકારીઓ દેહગામ પહોંચ્યા હતા. દહેગામ ગામ પહોંચી બાળકીઓના પિતા તથા પરિવારજનોને મળ્યા હતા. જ્યારે આંગણવાડી સંચાલક એક બાજુ પોતાના ઘરે લઈ જઈને તેમાંથી આવી હોય તેમ જણાવ્યું હતું.