ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં ઉચ્ચ સ્તરીય રાજકીય આગેવાનોની ધરપકડ કરાઈ તથા કોન્ટ્રાક્ટ બેજ 21 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતમાં ભરૂચ જિલ્લાના ડીડીઓ તથા ત્રણ તાલુકાના ટીડીઓ સામે કેમ પગલાં લેવાતા નથી..? અને સ્થાનિક રાજકીય આગેવાનો જેમાં સંડોવેલા હોય તેઓ સામે જીએસટી, ઈડી અને cbi ની તપાસ બેસાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. ભરૂચ જિલ્લા ના સંસદ મનસુખભાઈ વસાવા જાહેર મંચ પર કાકા ફોજદારીઓ કરે છે તો શું ભરૂચ જિલ્લાના આટલા મોટા મનરેગા કૌભાંડ માં ઉચ્ચ અધિકારીઓ તથા ટીડીઓ ટીડીઓ તથા સ્થાનિક રાજકીય આગેવાનો સામે પગલાં લેશે કે નહીં તેવી માંગ કરી છે.