Home / Sports : Cricketers who married their friend's sister

ક્રિકેટર્સ જેમણે પોતાના મિત્રની બહેન સાથે કર્યા લગ્ન, યાદીમાં ત્રણ ભારતીય ખેલાડી પણ છે સામેલ

ક્રિકેટર્સ જેમણે પોતાના મિત્રની બહેન સાથે કર્યા લગ્ન, યાદીમાં ત્રણ ભારતીય ખેલાડી પણ છે સામેલ

ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની મિત્રતા અને ટીમ પ્રત્યેની ભાવના ઘણીવાર ચર્ચામાં હોય છે, પરંતુ ક્યારેક આ મિત્રતાનો સંબંધ પરિવાર પણ બની જાય તેવું પણ બને છે. એવા ઘણા ક્રિકેટરો છે જેમણે તેમના મિત્રની બહેન સાથે લગ્ન કરી મિત્રતાનો સંબંધ પરિવારમાં બદલ્યો હતો. આ સંબંધ દર્શાવે છે કે ક્રિકેટનો બંધન માત્ર મેદાન સુધી જ મર્યાદિત નથી. ચાલો એવા ખેલાડીઓ વિશે જાણીએ જેમણે તેમના મિત્રની બહેન સાથે લગ્ન કર્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉસ્માન કાદીર અને ઉમર અકમલ

પાકિસ્તાની સ્પિનર અબ્દુલ કાદીરની દીકરી નૂર અમના, જે ઉસ્માન કાદીરની બહેન છે, તેણે  ક્રિકેટર ઉમર અકમલ સાથે નિકાહ કર્યા હતા. આ રીતે ઉમર અને ઉસ્માનનો મિત્રતાનો સંબંધ પરિવારમાં બદલાયો.   

વિક્રમ રાઠોડ અને આશિષ કપૂર

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વિક્રમ રાઠોડે આશિષ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1996ના વિશ્વ કપમાં આશિષ ભારત માટે રમ્યો હતો. બંને પંજાબથી છે અને પછી કોચિંગમાં એક્ટિવ રહ્યા હતા.

અજીત આગરકર અને મઝહર ઘડિયાલી

ભૂતપૂર્વ ભારતીય બોલર અજીત આગરકરે ફાતિમા ઘડિયાલી સાથે લગ્ન કર્યા હતા, ફાતિમા અજીતના સૌથી નજીકના મિત્ર અને મુંબઈની ટીમના ખેલાડી મઝહર ઘડિયાલીની બહેન છે.

સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ

મહાન ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ સાળા-બનેવી છે. વિશ્વનાથે ગાવસ્કરની બહેન કવિતા સાથે લગ્ન કર્યા હતા. બંને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્તંભ તરીકે માનવામાં આવે છે.

Related News

Icon