માણસના વ્યક્તિત્વના ત્રણ ભાગ છે - શરીર, મન તથા આત્મા. શરીરને પોષણ આપવા માટે ખોરાક તથા પ્રાણ વાયુની જરૂર પડે છે. અન્ન, પાણી તથા વાયુ ન મળે તો શરીર જીવતું રહી શકતું નથી. મનના પોષણ માટે સદ્વિચારો તથા સદ્ભાવનાઓની જરૂર પડે છે તથા આત્માની જરૂરિયાત સદ્જ્ઞાનથી પૂરી થાય છે. સદ્જ્ઞાનથી માણસના ગુણ, કર્મ તથા સ્વભાવને પોષણ મળે છે. જો તે ઉત્કૃષ્ટ હોય તો જીવન ઉન્નત બને છે.

