Dwarka news: પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં દર્શન માટે આવેલા બે યાત્રિકો ગોમતી નદીમાં ન્હાવા જતા તેઓ ડૂબવા લાગ્યા હતા. જો કે, જોતજોતામાં તેઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાંથી બંને યાત્રિકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ બંનેને પ્રાથમિક સારવાર માટે દ્વારકા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, બંને યાત્રિકોના જીવ બચી ગયા હતા.

