સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એક તરફ ઇન્ટરફેઇથ મેરેજને કારણે કપલને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ એવી ચર્ચા હતી કે, આ લગ્નથી અભિનેત્રીનો પરિવાર ખુશ નથી. એટલું જ નહીં, ભાઈ લવ સિંહા પણ હાજર રહ્યા ન હતા. લવ સિંહા તેની બહેન સોનાક્ષી સિંહાના લગ્નમાં જોવા મળ્યો ન હતો. થોડા સમય પહેલા અભિનેતાએ લગ્નમાં ન આવવાના સમાચાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે અભિનેતાએ પોતે એક પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તે તેની બહેનના લગ્નમાં હાજર રહ્યો ન હતો અને તેનું કારણ પણ આપ્યું છે.

