ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા અને ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયા પર દાંવ રમ્યો હતો. વિસાવદર બેઠક પર કૂલ 21 રાઉન્ડ છે.

