અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમાણામાં દારૂ પીધેલા નબીરાનો આતંક જોવા મળ્યો છે. દારૂ પીધેલી હાલતમાં ફોર્ચ્યુનર કારચાલકે સ્થાનિક લોકો પર કાર ચડાવી દીધી હતી. સમી સાંજે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કારચાલકે પુરઝડપે કાર હંકારી અનેક બાઇકોને અડફેટમાં લીધી.

