
અરવલ્લીના ભિલોડાના રામપુરી ગામમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ઘરમાં સુતેલી મહિલા પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં મહિલાનું મોત થયું છે. ગત મોડી રાતે અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો અને નિંદ્રાધીન મહિલા પર ફાયરિંગ કરીને ફરાર થયો હતો.
મહિલા પર થયું ફાયરિંગ
મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભિલોડા પોલીસ અને DY SP સહિતનો કાફલો કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી
પોલીસે તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે હજું યક્ષ પ્રશ્ન છે. મહિલાના પરિવારે અંગત અદાવત અંતર્ગત ફાયરિંગની ઘટનાની થઈ હોવાની ફરિયાદ દાખલ કરી છે.