દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વિય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને મૃત્યુમાં અમદાવાદ પણ આગળ છે. WHO પ્રમાણે તારીખ 29મીના રોજ અમદાવાદમાં પ્રદૂષિત એવા પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતા 2.2 ગણું વધારે જોવા મળ્યું છે. જો કે અમદાવાદમાં એલિસબ્રિજ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં સ્ક્રિન મુકવામાં આવ્યા છે, છતાં પણ પોલ્યુશનને નિયંત્રિત કરવાના કોઈ પગલાં કારગર નીવડ્યા નથી.

