
અંબાજી નજીક દાંતા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં વાહનચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તાલુકાના દાંતાના નારગઢ બસ સ્ટેશન પાસે એક વાહનચાલકે મહિલાને અડફેટે લીધી. પરિણામે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા.
અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો.