રાજ્યમાં નકલી કચેરી, નકલી ટોલનાકું, નકલી કોલેજ પછી વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં એક સમયે નકલી PMO અધિકારી બનીને ફરતા કિરણ પટેલ પછી વધુ એક મહાઠગનો પર્દાફાશ થયો છે. PMO, CBI અને NIA જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપીને છેતરપીંડી આચરતા શખ્સ વિરુદ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

