
Bhavnagar News : ભાવનગર શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સ પાસે જૂની અદાવતમાં 15 આરોપીઓના ટોળાએ મહિલાની દુકાન અને બે વાહનો પર હુમલો કરી તોડફોડ કરી હતી તેમજ દુકાનમાંથી લૂંટ ચલાવવામાં આવી હતી.
ભાવનગર શહેરના મંત્રેશ કોમ્પલેક્ષ પાસે દુકાન ધરાવતા જાગુબેન ગોહિલ નામના મહિલાની દુકાન પાસે થોડા દિવસો પહેલા કેટલાક ઈસમો નશાની હાલતમાં ગાળો બોલતા હતા. મહિલાએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જેની દાજ રાખી આજે આ ઈસમો તેમજ તેની સાથે અન્ય 10 થી 15 લોકોએ આવી ધારીયા કુવાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
મહિલા અને તેમના પરિવારના સભ્યો ત્યાંથી જીવ બચાવી નાસી ગયા હતા, બાદમાં આ ટોળાએ દુકાનમાં તોડફોડ કરી માલસમાન તોડી નાખ્યો હતો, બે બાઈકમાં પણ તોડફોડ કરી હતી, તેમજ દુકાનમાં રહેલ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.