રાજકોટના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના 40 ખેડૂતોની 1000 વીઘા જમીન આવેલી છે, જેમાં ખેતરો આવ્યા છે. ત્યારે આ ખેતરના રસ્તામાં દબાણ થયાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદને લઈને અહીંયાના ખેડૂતોએ આ મામલાને લઈને એક વર્ષથી અનેક લેખિત ફરિયાદો કરવામા આવી હોવા છતા કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો લડી લેવાના મૂડમા જોવા મળ્યા હતા.

