વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોંચ્યો છે. 19મી જૂનના મતદાન થવાનું છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે વહિવટીતંત્રએ તૈયારીઓ કરી છે. તેવામાં આજે સાંજે છ વાગ્યાથી ચૂંટણી જીતવા મતદારોને રીઝવવા માટેના જાહેર પ્રચાર પડઘમ શાંત થઇ જશે. વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં છે.

