સોમનાથ મંદિર નજીક આવેલી એક હોટલમાં બબાલ થઇ હતી. એક હોટલની પાસેથી વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન હોટલની ઉપરથી કોઇએ વરઘોડાની ઉપર પાણી ફેકતા વિવાદ થયો હતો. લોકો તે બાદ હોટલમાં ઘુસી ગયા હતા અને હોટલના સ્ટાફ-સંચાલકોને ઢોર માર માર્યો હતો.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી.

