રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાન ચાલક સેફ ઈલીયાઝ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું છે. સ્કૂલ વાન ચાલકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. એ પછી આરોપી આ અંગત પળોના વિડિયો ઉતારીને વિદ્યાર્થિનીને બ્લેક મેલ કરતો હતો.

