સુરત શહેરમાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ થોડા દિવસ પહેલા જ પાલિકાના વિરોધ પક્ષે કર્યો છે. આ આક્ષેપ બાદ આજે કાપોદ્રા વિસ્તારમાં અચાનક ભૂવો પડી જતા રસ્તાની કામગીરીમાં વેઠ ઉતાવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. એક વર્ષમાં જ ભુવામાં ટ્રક ફસાતા ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી.

