NEET-UG પેપર લીકમાં CBIએ FIR નોંધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, CBIએ IPCની અલગ-અલગ કલમ હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટનામાં CBI અલગ-અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે, કેન્દ્ર સરકારે નીટ યૂઝી પરીક્ષામાં ગેરરીતિના આરોપોને ગંભીરતાથી લેતા આ ઘટનાની તપાસ CBIને સોંપી દીધી હતી. શિક્ષણ મંત્રાલયે આ જાણકારી આપતા એક નિવેદન જાહેર કર્યું હતું. આ પહેલા સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના પ્રમુખને પણ પદ પરથી હટાવી દીધા હતા. બીજી તરફ નેટ-પીજી પ્રવેશ પરીક્ષાને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.
NEET-UG પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ દેશના કેટલાક ભાગમાં વિરોધ પ્રદર્શન થયા હતા. શિક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, 5 મેએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG પરીક્ષાનું આયોજન કર્યું હતું. કથિત ગેરરીતિના કેટલાક કેસ સામે આવ્યા છે.

