ઉત્તર પ્રદેશના હાથરસ સત્સંગ બાદ નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. જેમાં ભોલે બાબા એટલે કે સૂરજ પાલને લઈને વધુ એક ખુલાસો થયો છે. અહેવાલ છે કે તેમની પાસે ઓછામાં ઓછી રૂ. 100 કરોડની સંપત્તિ છે. તેમજ તેમના આશ્રમ પણ 24ની આસપાસ છે. આ ઉપરાંત તેમની પાસે ઘણી લક્ઝરી કાર છે. પરંતુ હજુ તેમની આવકનો સ્ત્રોત હજુ સ્પષ્ટ થયો નથી, કારણ કે તેના મોટાભાગના અનુયાયીઓ ગરીબ લોકો છે. ખાસ વાત એ છે કે બાબાએ 'અસામાજિક તત્વો' પર નાસભાગ મચાવવાનો આરોપ લગાવ્યો છે.

