રાજસ્થાનમાં ભજનલાલ સરકારના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાના રાજીનામાથી ભાજપની રાજનીતિમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઇ રહી છે કે, કિરોડી લાલે પોતાની અવગણના થઇ હોવાના કારણે ભજનલાલ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. દરમિયાન મીડિયા રિપોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. વસુંધરા રાજે દ્વારા આ નિવેદનમાં અપાયેલા રાજકીય સંકેતો પરથી લાગી રહ્યું છે કે રાજસ્થાનના રાજકારણમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. રાજકીય નિષ્ણાતો કિરોડી લાલ મીણા અને વસુંધરા રાજેના નિવેદનોને પેટાચૂંટણીમાં 'મોટી રમત'ની શક્યતાઓ સાથે જોડી રહ્યા છે.

