મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે પુણેમાં એક કાર્ગો કંપનીની વાનમાંથી 138 કરોડ રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યા છે. જાણકારી અનુસાર તેનું વજન 437 કિલોથી વધુ છે. ચૂંટણી પંચ અને પુણે પોલીસે મળીને આ મોટી રિકવરી કરી છે. પુણેના કલેક્ટર અને ચૂંટણી અધિકારી સુહાસ દીવસે કહ્યું કે આ માત્ર એક કેચ છે. સોનું જપ્ત કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે તે એક કંપનીની વાન હતી જે નિયમિતપણે ઘરેણાંનું પરિવહન કરે છે. તેની પાસે કાગળો પણ હતા. જોકે, આવકવેરા વિભાગ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.
કલેક્ટરે કહ્યું કે, જો દસ્તાવેજો સાચા જણાશે તો દાગીના તેમને સોંપવામાં આવશે. જો તેમની પાસે સાચા કાગળો નહીં હોય તો તે જપ્ત કરવામાં આવશે. 10 લાખથી વધુની કિંમતનો માલ અથવા 1 કિલોથી વધુનું સોનું આવકવેરા વિભાગને સોંપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ સામગ્રીની હિલચાલ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.