
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શરદ પવારની આગેવાની હેઠળની NCP(SP)એ શનિવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એરંડોલ વિધાનસભા બેઠક પરથી સતીશ અન્ના પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
પરંડા વિધાનસભા બેઠક પરથી આ સાથે રાહુલ મોટેને ટિકિટ આપવામાં આવી છે. સતીશ ચવ્હાણને ગંગાપુરથી ઉમેદવાર બનાવ્યા છે. બીડમાંથી સંદીપ ક્ષીરસાગર અને નાસિક પૂર્વથી ગણેશ ગીતેને ટિકિટ આપી છે.
20મી નવેમ્બરે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.
https://twitter.com/ANI/status/1850131115119611939