Home / India : Rakesh Tikait came in support of Lawrence Bishnoi, told Salman Khan

લોરેન્સ બિશ્નોઈના સપોર્ટમાં આવ્યા રાકેશ ટિકૈત, સલમાન ખાનને કહ્યું, 'માફી માંગી લો નહીં તો...'

લોરેન્સ બિશ્નોઈના સપોર્ટમાં આવ્યા રાકેશ ટિકૈત, સલમાન ખાનને કહ્યું, 'માફી માંગી લો નહીં તો...'

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વધી રહેલા વિવાદમાં હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કૂદી પડ્યા છે. કાળિયાર (કાળા હરણ) શિકાર કેસના મુદ્દાને સામાજિક મુદ્દો ગણાવતા ખેડૂત નેતાએ સલમાન ખાનને સલાહ આપતા કહ્યું કે, 'તેમણે (સલમાન ખાન) મંદિરમાં જઈને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ. જો સલમાન ખાને માફી ના માંગી તો જેલમાં બંધ વ્યક્તિ શું કરશે તે કહી શકાય નહીં. આ સમાજ સાથે જોડાયેલો મામલો છે.'

રમેશ બિશ્નોઈએ પણ સલમાન ખાનને આપી સલાહ

આ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ રમેશ બિશ્નોઈએ પણ સલમાનને માફી માંગવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, 'સલમાને કાળિયારના શિકાર કેસમાં માફી માંગવી જોઈએ, કારણ કે બિશ્નોઈ સમુદાય આ મુદ્દે લોરેન્સના સમર્થનમાં એક થઈને ઊભો છે.' તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સલમાન ખાને બિશ્નોઈ સમુદાયને શાંત કરવા માટે પૈસાની ઓફર કરી હતી, જેને સમુદાયે સખત રીતે નકારી કાઢી હતી.
 
રમેશ બિશ્નોઈએ જણાવ્યું કે, 'અમારો સમાજ વૃક્ષો અને વન્યજીવોને પ્રેમ કરે છે. 363 પૂર્વજોએ વૃક્ષોના રક્ષણ માટે પોતાનો જીવ આપી દીધો હતો. જ્યારે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો ત્યારે દરેક બિશ્નોઈનું લોહી ઊકળી ઊઠ્યું હતું.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.