
એક તરફ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી છે. બીજી તરફ અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ચૂંટણી લડાવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે ઉત્તર ભારતીય વિકાસ સેના(UBVS) નામના રાજકીય પક્ષે લોરેન્સ બિશ્નોઈ વતી ઉમેદવારી નોંધાવવા માટે રિટર્નિંગ ઓફિસર પાસેથી ફોર્મ A અને ફોર્મ B લીધું છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર ભારતીય વિકાસ સેનાના નેતા સુનીલ શુક્લા બાંદ્રા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં આગામી ચૂંટણી માટે લોરેન્સ બિશ્નોઈ વતી નામાંકન દસ્તાવેજો ફાઈલ કરવા માંગે છે. 'તે ફોર્મ પર લોરેન્સ બિશ્નોઈના હસ્તાક્ષર કરાવીને ચૂંટણી લડવા માટે તેનું એફિડેવિટ તૈયાર કરશે.
બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય હતા
બાબા સિદ્દીકીએ પોતાની રાજકીય કારકિર્દી બાંદ્રા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી શરૂ કરી હતી. તેઓ આ જ વિસ્તારના ધારાસભ્ય હતા. 12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શિબુ લોંકરે લીધી હતી.
20મી નવેમ્બરે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે.