
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે ભાજપે હવે મહારાષ્ટ્ર જીતવા પોતાના સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર કરી છે. ભાજપે પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સહિતના 40 સ્ટાર પ્રચારકોનો સમાવેશ કર્યો છે.
https://twitter.com/ANI/status/1850082219232248125
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપે બહાર પાડેલી યાદીમાં પીએમ મોદી, યોગી આદિત્યનાથ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ પણ સામેલ છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા સહિત 40 નેતાઓના નામ સામેલ છે. આ તમામ નેતાઓ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં પાર્ટી ઉમેદવારો માટે પ્રચાર કરશે.