મહારાષ્ટ્રના નાગપુરમાં શાલીમાર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ છે. કલમના સ્ટેશન પાસે ટ્રેન નંબર 178029ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના સીનિયર ડીસીએમ દિલીપ સિંહે જણાવ્યું કે ટ્રેન સંખ્યા 18029 CSMT શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા S2 અને પાર્સલ વેન નાગપુર નજીક કલમના સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઇ મુસાફર ઘાયલ થયું નથી.

