જો તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો અને દેશની સેવા કરવાનો જુસ્સો ધરાવો છો, તો ભારતીય સેનામાં અધિકારી બનવાની તક છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-142) જાન્યુઆરી 2026 માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ કોર્સ તમને કોઈપણ લેખિત પરીક્ષા વિના SSB ઇન્ટરવ્યુ દ્વારા સીધા જ ભારતીય લશ્કરી એકેડેમી (IMA), દેહરાદૂન ખાતે ટ્રેનિંગ લેવાની તક આપે છે, ત્યારબાદ તમે કાયમી કમિશન મેળવીને સેનાનો ભાગ બની શકો છો.

