જો તમે ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય પોસ્ટ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને ભરતી કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો ઓફલાઇન અરજી ફોર્મ ભરીને આપેલા સરનામે મોકલી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે 14 મે સુધીમાં નિયત સરનામાં પર પહોંચાડવું જરૂરી છે. તે પછી અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

