જો તમે ભારતીય સેનામાં ઓફિસર બનવાની ઈચ્છા ધરાવો છો, તો તમારી પાસે સુવર્ણ તક છે. સેનાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતીય સેનામાં 140મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-140) હેઠળ ભરતી બહાર આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અહીં અમે તમને ભરતી સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ.

