IPL 2025ની ફાઇનલ મેચમાં RCB ટીમે પંજાબ કિંગ્સ ટીમને 6 રનથી હરાવી અને 18 વર્ષમાં પહેલીવાર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી. પંજાબ કિંગ્સ ટીમ પાસે પણ પહેલીવાર ટાઇટલ જીતવાની તક હતી પરંતુ તે તેમાં સફળ થઈ શક્યા નહીં. પંજાબ કિંગ્સને ફાઇનલ મેચ જીતવા માટે 191 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તે 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શક્યા. તેમજ ફાઇનલ મેચમાં હાર બાદ પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર સ્પષ્ટપણે નિરાશ દેખાતો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કયા ખેલાડીના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો.

