Islamic State સાથે જોડાયેલા આતંકવાદીઓએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં(Democratic Republic of the Congo) 66 લોકોની હત્યા કરી. શનિવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સાથી ડેમોક્રેટિક ફોર્સિસે આ ભયાનક હુમલો કર્યો છે. આ હુમલો યુગાન્ડાની સરહદને અડીને આવેલા ઇરુમુ વિસ્તારમાં થયો હતો. હુમલાખોરોએ મોટી છરીઓથી લોકોની હત્યા કરી હતી. સ્થાનિક નાગરિક સમાજના પ્રમુખ માર્સેલ પાલુકુએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ મહિલાઓને પણ બક્ષી ન હતી. આ ઉપરાંત, કેટલા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.

