
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે બુધવારે ભારત વિરુદ્ધ ત્રીજા ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. જોશ ટાંગના સ્થાને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો છે.
ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ આગામી ત્રીજા મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડની ટીમે ગુરુવારે લૉર્ડ્સમાં ભારત વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કર્યો છે. ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની ચાર વર્ષ બાદ વાપસી થઈ છે. જોફ્રા આર્ચરને જોશ ટાંગના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2021 બાદ જોફ્રા આર્ચરનો આ પહેલો ટેસ્ટ મેચ છે. જોફ્રા આર્ચરે ઈજાએને કારણે 2021 બાદ કોઈ ટેસ્ટ મેચ રમ્યો નથી.
ટેસ્ટ મેચની શ્રેણીમાં પહેલા મેચમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી, જો કે એજબેસ્ટનમાં બીજા ટેસ્ટ મેચમાં 336 રનથી ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જેથી હાલમાં ભારતે પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી છે.
ત્રીજા ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રૉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્થિત (વિકેટ કીપર) ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર