Home / Entertainment : The Kapil Sharma show photographer Das Dada passed away

'ધ કપિલ શર્મા શો' ના ફોટોગ્રાફર દાસ દાદાનું થયું અવસાન, તેમને યાદ કરીને ઈમોશનલ થયો કિકુ શારદા

'ધ કપિલ શર્મા શો' ના ફોટોગ્રાફર દાસ દાદાનું થયું અવસાન, તેમને યાદ કરીને ઈમોશનલ થયો કિકુ શારદા

કોમેડિયન કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો'માં કામ કરનારા ફોટોગ્રાફર દાસ દાદાનું નિધન થયું છે. કપિલ શર્માની ટીમે દાસ દાદાના મૃત્યુના સમાચાર આપ્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે દાસ દાદાની વિદાય પછી તેમની ખોટ સાલશે. હાસ્ય કલાકાર અને અભિનેતા કિકુ શારદાએ પણ ફોટોગ્રાફરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દાસ દાદાનો વીડિયો શેર કરતી વખતે, કપિલ શર્માની ટીમે લખ્યું, "આજે મારું હૃદય ખૂબ જ ભારે છે. અમે દાસ દાદા ગુમાવ્યા છે. એક એવો આત્મા જે લેન્સ પાછળ હતો, જેણે કપિલ શર્મા શોની શરૂઆતથી અત્યાર સુધીની અસંખ્ય સુંદર ક્ષણોને કેદ કરી હતી. તેઓ ફક્ત એક અસોસિયેટ ફોટોગ્રાફર જ નહતા. તેઓ અમારો પરિવાર હતા. તેઓ હંમેશા હસતા, દયાળુ અને હંમેશા અમારી સાથે રહેતા."

પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, "તેમની હાજરીથી અમને પ્રકાશ અને નમ્રતા મળી. ફક્ત તેમના કેમેરાને કારણે જ નહીં, પરંતુ તેમણે અમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ સાથે અમને આવું લાગ્યું. દાદા, તમારી કેટલી ખોટ સાલશે તે શબ્દોમાં નથી વર્ણવી શકાતું. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમારી યાદો દરેક ફ્રેમ અને દરેક હૃદયમાં જીવંત રહેશે."

કોમેડિયન અને અભિનેતા કિકુ શારદાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, "અમે તમને યાદ કરીશું દાસ દાદા." તમને જણાવી દઈએ કે દાસ દાદાનું પૂરું નામ કૃષ્ણ દાસ હતું. તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ, તેમને તેમના કાર્ય માટે 2018માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્યારેક કપિલ શર્મા શોમાં દાસ દાદાની સાથે મસ્તી કરતો જોવા મળતો હતો. કપિલ ઘણીવાર દાસ દાદા સાથે પડદા પર મજાક કરતો હતો, પરંતુ  તેમનો આદર પણ કરતો હતો. દાસ દાદાનું અચાનક અવસાન કોમેડિયન કપિલ શર્મા અને તેમની ટીમ તેમજ તેમના ફેન્સ માટે આઘાત અને દુઃખનો વિષય છે. 

Related News

Icon