આમ તો પરબ્રહ્મ ગણેશજીના અનંત અવતારો છે અને તેનું વર્ણન સહસ્ત્રમુખી શેષનાગ, ચતુર્મુખી બ્રહ્મા, પંચમુખી સદાશિવ કે બ્રહ્મસ્વરૂપા માતા સરસ્વતી દેવી પણ સહસ્ત્ર વર્ષો સુધી કરી શકે એમ નથી. પરંતુ મુદ્ગલ પુરાણમાં પરબ્રહ્મ ગણેશજીના મુખ્ય આઠ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

