Home / Business : Microsoft to lay off 9,000 employees

માઇક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, AI આવ્યા પછી IT ક્ષેત્રમાં બેરોજગારીની શક્યતા

માઇક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, AI આવ્યા પછી IT ક્ષેત્રમાં બેરોજગારીની શક્યતા

તાજેતરના મહિનાઓમાં માઇક્રોસોફટે બીજી વખત કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ આજથી કર્મચારીઓને આ અંગેની નોટિસ મોકલવાનું શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારથી આઇટી જ નહીં પણ તમામ સેક્ટરની કંપનીઓના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો તોળાઇ રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કંપનીએ ચોક્કસ કેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેની માહિતી આપી નથી પણ એટલું જણાવ્યું છે કે બરતરફ કરવામાં આવનારા કર્મચારીઓની સંખ્યા ગયા વર્ષના કુલ કર્મચારીઓના ચાર ટકાથી ઓછી હશે.

માઇક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને બરતરફ કરશે

ગયા વર્ષે જૂનમાં માઇક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા 228000 હતી. જેના ચાર ટકા ગણવામાં આવે તો માઇક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને બરતરફ કરશે. 

આ છટણીની સૌથી વધુ અસર સેલ્સ ડિવિઝન અને એક્સબોક્સ વીડિયો ગેમ બિઝનેસના કર્મચારીઓ પર જોવા મળશે. ચાલુ વર્ષમાં માઇક્રોસોફ્ટે આ અગાઉ ત્રણ વખત કર્મચારીઓની છટણી કરી હતી.

મે મહિનામાં માઇક્રોસોફ્ટે 6000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતાં. જે તેના કુલ કર્મચારીઓના ૩ ટકા થાય છે. આ છટણી છેલ્લા બે વર્ષની સૌથી મોટી છટણી હતી. માઇક્રોસોફ્ટ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. જૂનમાં માઇક્રોસોફ્ટેના 300 કર્મચારીઓની છટણી કરી હતી. આ છટણી રેડમોન્ડ અને વોશિંગ્ટન હેડ કવાર્ટરમાંથી કરવામાં આવી હતી. મે મહિનામાં પુગેટ સાઉન્ડ રિજિયનમાં 2000 કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા હતાં. 

માઇક્રોસોફ્ટે 9000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત નાણાકીય વર્ષ 2025-26ના બીજા દિવસે કરી છે. 

રિપોર્ટ અનુસાર આ નિર્ણય કંપનીના રિસ્ટ્રકચરિંગ અને એઆઇમાં રોકાણનો ભાગ છે. આ નિર્ણય પ્રક્રિયાઓને સરળ બનાવવા અને મેનેજમેન્ટ લેયર્સ ઘટાડવા માટે છે. 

માઇક્રોસોફ્ટના પ્રવક્તાએ જણાવ્યું છે કે આ રિસ્ટ્રકચરિંગનો ભાગ છે. જો કે આ સમાચાર કર્મચારીઓ માટે મોટો આંચકો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક કંપનીઓમાં કર્મચારીઓની છટણીની લહેર જોવા મળી છે. જેમાં માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ પણ બાકાત નથી.

સાડા ત્રણ વર્ષમાં 6.50 લાખની નોકરી ગઇ !

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આવી રહેલા મોટા ફેરફારોને કારણે આઈ.ટી. ઉદ્યોગમાં નોકરિયાતોને છૂટા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. સોફ્ટવેર કે અન્ય કાર્યો માટે અગાઉની જરૂરિયાત કરતા હવે 30 ટકા ઓછા કર્મચારીઓની જરૂર પડે છે.

વર્ષ કેટલા કર્મચારી છૂટા થયા
2022 1,65,269
2023 2,64,220
2024 1,52,922
2025 (જૂન સુધી) 63,823
કુલ 6,46,234
Related News

Icon