
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે. રાજ્યના નડિયાદમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે નડિયાદમાં આજે નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
1 વર્ષની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ
આ કેસ પીજ રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, ડાકોર રોડ અને કનીપુરા વિસ્તારમાંથી સામે આવ્યા છે. પોઝિટિવ આવેલા દર્દીઓમાં 1 વર્ષની બાળકી, 18 વર્ષીય યુવક, 25 વર્ષીય યુવક અને 34 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગે તમામ ચારેય દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખ્યા
આરોગ્ય વિભાગે તમામ ચારેય દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને સ્વચ્છતા રાખવાની અપીલ કરવામાં આવી છે, જેથી કોરોનાના ફેલાવાને અટકાવી શકાય.